છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામમાં ખુલ્લા ખાળકૂવામાં પડી જતાં બે સગા ભાઇઓના મોત થયા છે. કદવાલ ચોકડી ખાતે રહેતા એક જ પરિવારના બે બાળકોના મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
મૃતક બાળકો પૈકીના એક બાળકની ઉંમર 7 વર્ષ અને બીજા બાળકની ઉંમર 3 વર્ષ છે. બાળકો ઘરની નજીક શૌચાલયના ખાળકૂવામાં પડી ગયા હતા. પરિવારજનોનએ બાળકો ઘરની આસપાસ ન દેખાતા તેમની તપાસ હાધ ધરી હતી પરંતુ જ્યારે બાળકોન મળતા ખાળકૂવામાં તપાસ કરી હતી તેમાંથી બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.
બંનેના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર પથંકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
18 , 1