શ્રીનગરમાં આતંકી હુમલો, 2 જવાન શહીદ – 2 ઇજાગ્રસ્ત

CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકીઓએ કર્યો હુમલો

શ્રીનગરમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો લાવારોપા વિસ્તારમાં થયો છે. સીઆરપીએફ પાર્ટી પર હુમલામાં બે જવાન શહીદ થયા છે, જ્યારે બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે લાવાપોરા વિસ્તારમાં ગુરૂવારે બપોરે આતંકીઓએ CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો. આઈજીએ જણાવ્યું કે, આ હુમલામાં CRPFના બે જવાન શહીદ થયા અને બેને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને તત્કાલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 

આ હુમલો CRPF ની 73મી બટાલિયન પર કરવામાં આવ્યો છે. પહેલાથી ઘાત લગાવી બેઠેલા આતંકીઓએ લાવાપોરા વિસ્તારમાં સુરક્ષાદળોની ગાડી પર હુમલો કર્યો. જેમાં બે જવાન શહીદ થયા. 

ત્યારબાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓને શોધવા માટે મોટી સંખ્યામાં જવાન તૈનાત છે. આ વિસ્તારમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. 

 54 ,  1