માસ્કના દંડ લેવા બાબતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસ પથ્થરમારો..

રવિવાર અને સોમવાર સાંજે બે જૂથ વચ્ચે પથ્થરમારો

દેવીપુજક અને પરપ્રાંતીય સમુદાય વચ્ચે પથ્થરમારો

જયપાલ નામના ઈસમ સહિત ૧૫થી ૨૦ લોકોની અટકાયત

કોરોના કાળમાં ટ્રાફિકને લગતા મેમા ફાડવાનું બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધેલો છે. પરંતુ માસ્ક નહિ પહેરવાના ૧૦૦૦ રૂપિયા દંડ ઉધરાવવાની પોલીસને સત્તા આપી છે. જેના પગલે પોલીસ દ્વારા બેફામ રીતે માસ્ક નહિ પહેરવાના દંડ ઉધરાવવાતા હોવાની ફરિયાદો સતત નાગરીકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના મેઘાણીનગર પોલીસ પણ માસ્ક ના નામ દંડ ફાડવામાંથી બાકાત નથી ભલેને પોલીસ સ્ટેશનની હદમાં સતત બે દિવસ પથ્થરમારો થાય.

મળતી માહિતી અનુસાર, રવિવાર સાંજે ૭ કલાકની આસપાસ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી છગુ રત્નાની ચાલીમાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો.ચાલીમાં વસતા દેવીપુજક સમાજ અને પર પ્રાંતીય લોકો વચ્ચે થયેલ પથ્થરમારો અંદાજે અડઘો કલાક ચાલ્યો હતો, ત્યારબાદ મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે આવી હતી. પરંતુ પથ્થરમારામાં સામેલ એક રાજકારણીના ઈશારે પોલીસે કોઈ પણ કાર્યવાહી કર્યા વિના બંને પક્ષને સમજાવી પરત જતી રહી હતી.

જો કે, સોમવારે સાંજે ફરી એક વખત બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો અને અંદાજે એક કલાક સુધી ચાલ્યો હતો.જે દરમિયાન પરપ્રાંતીય જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયાર જેવા કે તલવાર અને લોખંડની પાઈપ વગેરે દ્વારા હુમલો કરાયો હતો.જેમાં અંદાજે ૧૫ થી ૨૦ લોકો ઈજ્ગ્રસ્ત થયા હતા પણ પોલીસ આવી ના હતી.

વધુમાં,ચાલીની આસપાસ રહેતા અન્ય સમાજના જાગૃત લોકોએ કંટ્રોલ મેસેજ કર્યો હતો.ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવી હતી.ત્યારબાદ જયપાલ નામના ઇસમ સહિત ૧૦ થી ૧૫ લોકોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. જો કે ,પોલીસ હજુ પણ માત્ર કાગળ પર જ કાર્યવાહી કરી રહી હોવાનું સ્થાનિક લોકો અને ભોગ બનેલા લોકો જણાવી રહ્યા છે.ભોગ બનેલા એક વ્યક્તિએ કહ્યું હતું કે, સામેવાળા જુથમાં એક વ્યક્તિ સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલ અને પોલીસના બાતમીદાર હોવાથી પોલીસ મુક પ્રેક્ષક બની માત્ર કાગળ પર કાર્યવાહી કરી રહી છે.સતત ત્રીજા દિવસે પણ ઘટના સ્થળે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

 96 ,  1