આંધ્ર પ્રદેશમાં મતદાન દરમિયાન હિંસા, TDP નેતાની હત્યા

આંધ્ર પ્રદેશના અનંતપુરમાં મતદાન દરમિયાન ઘર્ષણ સર્જાયુ હતું. YSRCP અને TDPના કાર્યકરો વચ્ચે મારા મારી થઇ હતી. મારામારીમાં તદીપત્રીના સ્થાનિક TDP નેતા ભાસ્કર રેડ્ડીનું મોત થયું હતું.

મતદાન દરમ્યાન બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા મારા મારીની ઘટના બની હતી. જોકે ઘટના અંગેની જાણ પોલીસને કરવામા આવતા પોલીસે મામલો શાંત પાડવા કાર્યકર્તાઓ પર લાઢી ચાર્જ કર્યો હતો.

મળતી માહિતી મુજબ બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા અને મારામારી કરી હતી.

તો બીજી તરફ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનાની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વાઈએસઆર કોંગ્રેસ હિંસા ફેલાવવા માંગે છે.

 118 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી