Video: એક વર્ષના બાળકને કોબ્રાથી બચાવવા કુતરાએ આપ્યો પોતાનો જીવ

આવી જ રીતે કૂતરાને ખૂબ જ વફાદાર પ્રાણી ગણવામાં આવે છે. ફિલિપાઇન્સમાં આવા જ એક બનાવમાં એક કૂતરાએ એક વર્ષના બાળકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો.

ફેસબુક હેન્ડલ પર આ અંગેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મીલી અને એક અન્ય સફેદ ડચશુંડ કૂતરો સાપને ઘરમાં જતો અટકાવવા માટે તેને સતત બચકા ભરી રહ્યા છે. આ દરમિયાન સાપે પણ કૂતરાઓને દંશ આપી દીધો હતો.

હકીકતમાં હચશુંડ (Dachshund) પ્રજાતિના બે કૂતરાએ એક વર્ષના બાળકને બચાવવા માટે કોબ્રા સાથે બાથ ભીડી લીધી હતી!

ફિલિપાઇન્સના ઉત્તર કોટાબાટોના કિડપવન શહેરમાં એક કોબ્રા એક ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, આ દરમિયાન બે કૂતરાઓએ તેનો રસ્તો રોક્યો હતો.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી