વસ્ત્રાપુરમાં નકલી બે અધિકારીઓની ધરપકડ

ટેલિકોમ કંપનીના નોડલ ઓફિસરને શંકા જતા પોલીસને કરી હતી જાણ

CBIની ઓળખ આપી ટેલિકોમ કંપનીમાં કોલ ડિટેઇલ્સ મેળવવા ગયા હતા

ગાંધીનગર ડીજી ઓફિસમાં સીબીઆઈમાં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને ખાનગી ટેલિકોમ કંપનીમાંથી કોલ ડિટેઇલ મેળવવા ગયેલા બે આરોપીઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી કોલ ડિટેઇલ મેળવવાની કોશિશ કરતા આરોપીઓની હરકતની ટેલિકોમ કંપનીના નોડલ ઓફિસરને શંકા જતા આ અંગેની પોલીસને જાણ કરી હતી અને પોલીસે બંને વ્યક્તિઓને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે.

વસ્ત્રાપુર પોલીસે સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવાનાર કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયા નામના બે શખ્સની ધરપકડ કરી છે. આ બંને શખ્સો ખાનગી ખાનગી ટેલિકોમ કંપનીમાં કોલ ડિટેઇલ્સ માંગવા માટે ગયા હતા. નોડલ ઓફિસરને જઈને પોતે ડીજી ઓફિસ ગાંધીનગરથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં એક સંવેદનશીલ તપાસના બહાને કોલ ડિટેઇલ્સની જરૂરિયાત હોવાનું કહ્યુ હતું. તેમજ પોતે સીબીઆઇ ઓફિસર હોવાની ખોટી ઓળખ પણ આપી.

આ શખ્સોએ ઉપરી અધિકારીએ આ ડિટેઇલ્સ માંગવા માટે મોકલ્યા હોવાનું કહી મનીષ નામના શખ્સ સાથે વાત પણ કરાવી હતી. જોકે બંનેના આઈ કાર્ડ અને વાતચીત કરવાની રીતમાં નોડેલ ઓફિસરને શંકા ઉપજી હતી. જેથી નોડલ ઓફિસરે બંને વ્યક્તિઓ બેસાડી રાખ્યા હતા અને પોલીસને જાણ કરી. પોલીસે નોડલ ઓફિસર ફરિયાદના આધારે આરોપી કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયાની તાત્કાલિક અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી