સરદારનગર વિસ્તારમાં બે નકલી પોલીસની ધરપકડ, પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં : Video

કંટ્રોલરૂમમાં ફોન કરતા થયો પર્દાફાશ, બન્ને બહુરૂપીઓ નશાની હાલતમાં ઝડપાયા

સરદારનગર વિસ્તારમાં નકલી પોલીસ બની રોફ જમાવતા બે આરોપીઓની ધરપકડ થઈ છે. દારૂના અડ્ડા પર વિજિલિયન્સની ટીમ કહી રેડ પાડવા ગયેલા બંને બહુરૂપીને દબોચી લેવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, તોડ કરવા આવેલા દેશી દારૂના અડ્ડા પર ફરિયાદી મહિલાને નકલી પોલીસ હોવાનું જાણ થતાં તેને કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી પોલીસ બની રેડ કરવા આવેલા બંને નશાની હાલતમાં હતા.

ઘટનાની વિગત મુજબ, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોલશન પાર્ટી પ્લોટની સામે સકોડી દારૂવાળાને ત્યાં  સુરેન્દ્રકુમાર ટીલવારી અને પ્રકાશ ચારણ નામના બે આરોપીઓ નક્લી પોલીસ બની તોડ કરવા પહોંચ્યા હતા. બન્ને બહુરૂપીએ ફરિયાદી મહિલાને ધમકાવી દારૂનો કેસ કરવાનું કહી પૈસાની માંગણી કરી હતી. જો કે મહિલાને બંને નક્લી પોલીસ હોવાનું જાણ થતા કંટ્રોલરૂમ ફોન કર્યો હતો.

ત્યારબાદ સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બન્ને આરોપીઓની અટકાત કરી હતી. તપાસ દરમિયાન બંને બહુરૂપી હોવાનું માલુમ પડતાં ઘરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા. એટલું જ નહીં બન્ને નશાની હાલતમાં હતા. નકલી પોલીસ બનીને રોફ જમાવતા આરોપીઓમાં એક આરોપી એક સુરેન્દ્રકુમાર ટીલવારી પાલનપુરનો રહેવાસી છે. જ્યારે પ્રકાશ ચારણ કુબેરનગર વિસ્તારનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.  આ મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે..સાથે જ અત્યાર સુધી કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે જેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ત્યારે સવાલ એ થાય છે પોલીસની આટલી કામગીરી છતા અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સરદારનગર વિસ્તારમાં અવાર નવાર અડ્ડાઓ પર પોલીસ રેડ પાડી બુટલેગરોની સાન ઠેકાણે લાવવા હોય છે. છતાં બેખોફ બુટલેગરો પોતાની મનમાની પર અડગ રહે છે.

ત્યારે આ ઘટનામાં નકલી પોલીસ બનીને રેડ કરવા ગયા તે અડ્ડાને મહિલા ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું..

અસલી પોલીસને આ રીતે ઓળખો

આવા અનેક કિસ્સા સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા અનેકવાર અપીલ કરવામાં આવી ચુકી છે કે, પોલીસથી ગભરાવાની જરૂર નથી. કોઇ પણ પોલીસ તમને અટકાવે તો ચોક્કસ રીતે તમે તેનું આઇકાર્ડ માંગી શકો છો. આ ઉપરાંત કોન્સ્ટેબલને કેટલીક ચોક્કસ કામગીરી જ સોંપવામાં આવી હોય છે. મેમો આપવા જેવી કામગીરી હેડ કોન્સ્ટેબલ જ કરી શકે છે. જેથી પોલીસની કામગીરીને સારી રીતે સમજવી જરૂરી છે.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર