કડી પોલીસ મથકના PSI સહિત બે હેડ કોન્સ્ટેબલોને કરાયા સસ્પેન્ડ

જુગારધામ સામે કાર્યવાહી કરવામાં નિષ્કાળજી દાખવા બદલ કાર્યવાહી

દારૂકાંડમાં બદનામ થયેલી કડી પોલીસ હવે જુગારના અડ્ડાઓને લઇ ચર્ચામાં આવી છે. શહેરમાંથી જુગારધામ પકડાતાં ફરજમાં નિષ્કાળજી બદલ પીએસઆઈ આર.આઇ. પરમાર તેમજ બે હેડ કોન્સ્ટેબલ રજનીભાઈ ખેમાભાઈ અને ચેહરાભાઈ દેસાઈને એસપીએ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PSI આર.આર પરમારને કડીમાં ચાલતા જુગારધામ વિરુદ્ધ કાર્યવાહી નહી કરવા અને પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઇ સહિત બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કડીમાં જાહેરમાં બેફામ જુગારધામ ધમધમતુ હોવાની રાવના પગલે LCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જુગારીઓને પકડીને જુગારધામ બંધ કરાયું હતું. જો કે લાંબા સમયથી ચાલતા જુગારધામ પર પીએસઆઇ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે એસપી દ્વારા પીએસઆઇ અને એક હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જુગારધામમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલોનું મેળાપી પણું હોવાનું પણ સુત્રો ગણગણી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, LCB દ્વારા જુગારધામ પર પડાયેલા દરોડામાં તમામ આરોપીઓ રિઢા ગુનેગારો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જુગારધામ લાંબા સમયથી ચાલતું હોવા છતા પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કડી પોલીસ અગાઉ પણ ચર્ચામાં રહી ચુકી છે. લોકડાઉન દરમિયાન જપ્ત કરવામાં આવેલો દારૂ સગેવગે થઇ જતા ચકચાર મચી જવા પામી હતી. આ કૌભાંડની આંચ એસપી સુધી પહોંચી હતી.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર