September 27, 2020
September 27, 2020

અમદાવાદ : મહિલા કોન્સ્ટેબલની સોનાની ચેઇન ખેંચી બે બદમાશ ફરાર

રખિયાલ વિસ્તારમાં એક મહિલા લોકરક્ષકની સોનાની ચેઇન ખેંચી બે ઇસમો ફરાર

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે અને શહેરમાં એક પછી એક ગંભીર બનાવો બનતાં પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ખુલ્લેઆમ ફરતી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધી ગયો છે અને ચોરી, લુંટફાટની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક ગાયત્રીબેન પરમાર એક્ટિવા લઇને સવારે આઠ વાગ્યાની આસપાસ રખિયાલ સોમા ટેક્ષટાઇલ પાસેથી પોલી સ્ટેશન તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર બે શખ્સો તેમની નજીક આવ્યા હતા. સોનાની ચેઇન તોડી આંબાવાડી ચાર રસ્તા રખિયાલ તરફ ફરાર થઇ ગયા હતા. 

જો કે આ દરમિયાન મહિલા પોલીસકર્મી ગાયત્રીબેન પરમાર એક્ટીવા પરથી પડી જતા તેમને હાથના અને માથાના ભાગે સામાન્ય ઇજા પણ થઇ હતી. જો કે પોલીસનું જ ચેઇન સ્નેચિંગ થતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો મહિલા કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ચેઇન સ્નેચરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

 95 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર