અમદાવાદ : રામોલમાં ડીઝલ ચોરીના ગુનામાં બે ઇસમો ઝડપાયા

રાત્રિના સમયે ગુનાઓને આપતા અંજામ

રામોલ વિસ્તારમાં ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરનરા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ચોરી કરેલું ડીઝલ વેચવા જતાં દરમિયાન ઝડપાઇ ગયા છે. પોલીસે 60 લિટર ડીઝલના જથ્થા સાથે 1.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ધરપકડ બાદ રામોલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

વિગત મુજબ, રામોલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, રામોલ કર્ણાવતી ચાર રસ્તા નજીક બે ઈસમો પોતાની રિક્ષામાં ચોરી કરેલું ડીઝલનો જથ્થો લઈને વેચાણ માટે નીકળ્યા છે. બાતમી બાદ પોલીસે વોચ ગોઠવી રિક્ષાને રોકીને બે ઈસમોની અટકાયત કરીને પૂછપરછ કરતાં ડીઝલ ચોરીના ગુનાનો પર્દાફાશ થયો છે. પૂછપરછમાં આરોપીઓએ પોતાની ઓળખ ગુલામ અલી ઉર્ફે સૈયદ અને આફતાબ ઉર્ફે તાઉ શેખ તરીકે આપી હતી.

વધુ પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ રામોલમાં અલગ-અલગ જગ્યાઓ પરથી રાત્રિના સમયે પાર્ક કરેલી ટ્રકો અને આઈસર ગાડીઓમાંથી ડીઝલની ચોકી કરતા હતા. જે બાદ આ ડીઝલનું હાઈવે પર વેચાણ કરતાં હતા.

આરોપીઓ પાસેથી ઝડપાયેલ ડીઝલનો જથ્થો તેમણે રામોલ કેનાલ ઉપર નીલકંઠ કાંઠા નજીક એક ટ્રકમાંથી ચોરી કરી હતી. હાલ પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1.55 લાખ રૂપિયાથી વધુ કિંમતનું 60 લીટર ડીઝલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી