September 19, 2021
September 19, 2021

ચીનના પરમાણુ પરીક્ષણોમાં બે લાખના મોત થયાનો દાવો

ચીને 1964 અને 1996ની વચ્ચે લગભગ 45 સફળ પરમાણુ પરીક્ષણો કર્યા હતા

કિરણોત્સર્ગને કારણે મોત થયા હોવાનો સનસનાટી ભર્યો દાવો

ચીન દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરિક્ષણમાં ઉત્પન્ન કિરણોત્સર્ગથી બે લાખના મોત થયાનો દાવો કરાયો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન દ્રારા હાથ ધરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ દ્રારા ઉત્પન્ન થતા રેડિયેશનને કારણે લગભગ બે લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને 1964 અને 1996 ની વચ્ચે લગભગ 45 સફળ પરમાણુ પરીક્ષણો કર્યા હતા, જેમાં તીવ્ર રેડિયેશન એકસપોઝરથી 1,94,000 લોકો મૃત્યુ પામ્યા હતા.


ધ નેશનલ ઇન્ટરેસ્ટ મેગેઝિનમાં લખતા પીટર સુસેએ જણાવ્યું હતું કે અંદાજ સૂચવે છે કે તીવ્ર રેડિયેશન એકસપોઝરથી 1,94,000લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૧૦ લાખથી વધુ લોકોને લ્યુકેમિયા, કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ હોવાનો અંદાજ છે.

પીટર સુસીયુએ તેમના લેખમાં જણાવ્યું હતું કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ જૂન 1967 માં તેનું પ્રથમ થર્મોન્યુક્લિયર પરીક્ષણ કર્યું હતું, વિશ્વની પાંચમી પરમાણુ શક્તિ બન્યા બાદ તેના પ્રથમ પરમાણુ પરીક્ષણના માત્ર બત્રીસ મહિના પછી. આ પરમાણુ પરિક્ષણથી 3.3 મેગાટન ઉર્જા ઉત્પન્ન થઈ. આ ઉર્જા હિરોશિમા પર ફેંકવામાં આવેલા અણુ બોમ્બ કરતા 200 ગણી વધારે હતી.

પીટર સુસીયુએ કહ્યું છે કે સત્તાવાર ડેટાના અભાવને કારણે ચીન દ્વારા આ પરમાણુ પરીક્ષણોની અસરનો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને તે બે ડઝન પરીક્ષણો જે પર્યાવરણમાં લેવામાં આવ્યા હતા. આ પરમાણુ પરીક્ષણોની સંખ્યા 23 હતી. 20 મિલિયન લોકોનું ઘર એવા ઝિનજિયાંગ પ્રદેશમાં રેડિએશનની વસ્તીને ભારે અસર થઈ છે.

 47 ,  1