એક કરોડની રોકડ રકમ સાથે બે યુવકોની ધરપકડ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક કરોડ રૃપિયાની રોકડ સાથે PCBએ બે યુવકોની ધરપકડ કરી છે. હાલ બંને યુવકોની સઘન પૂછપરછ ચાલી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદના નવરંગપુરામાં બાતમીના આધારે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન એક કરોડ નગદ રકમ સાથે બે યુવકોની પોલીસે અટકાયત કરી છે.

પોલીસે સમગ્ર ઘટના અંગે IT ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે. અટકાયત કરવામાં આવેલા યુવકોમાં એકનું નામ નિશાંત પટેલ અને બીજાનું નામ અક્ષય સોની હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ અંગે આઇ.ટી. વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

આઇ.ટી. વિભાગે આ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ આંગડિયા પેઢીના કર્મચારી હોવાનું સામે આવ્યું છે. મળેલી મોટી રકમ પણ આંગડિયા પેઢીની હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસ અને આઇ.ટી. વિભાગે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

 53 ,  3