ઊંઝા: ચોરી કરવાના ઈરાદે આવેલા શખ્સોને દોરડાથી બાંધીને મેથીપાક ચખાડ્યો

ઊંઝામાં વિસનગર રોડ પર આવેલી માણેકવાડી સામેની દુકાનો અને વખારોમાં ચોરીના ઇરાદે ઘૂસેલા 3 શખ્સોને સ્થાનિક લોકોએ પકડી દોરડાથી બાંધી બરાબર મેથીપાક આપી છોડી મુક્યા હતા. જોકે, પકડેલા ચોરોને પોલીસને નહીં સોંપાતાં અનેક તર્ક-વિતર્ક ઊઠ્યા હતા.

માહિતી મળી હતી કે બુધવારે રાતે 11.00 વાગ્યાની આસપાસ વિસનગર રોડ પર માણેકવાડી સામેની બે વખારોમાં 3 શખ્સો ચોરીના ઇરાદે ઘૂસ્યા હતા. એક દુકાનનું બારણું તોડ્યું અને બીજી દુકાનના દરવાજાનો નકૂચો ખોલીને અંદર ગયા હતાં. પરંતુ મહેસાણા પોલીસનું કહેવું છે કે આ ફરિયાદમાં ચોરીની વાત નથી. બીજી તરફ સ્થાનિકો કહી રહ્યાં છે કે આ લોકો દારૂ પીવા ગયા હતાં એટલે તેમણે માર માર્યો હતો.

દુકાનો ઉપર સૂતા મજૂરો અવાજ થતાં જાગી ગયા હતા અને દેકારો મચી જતાં ભેગા થઇ ગયેલા મજૂરોએ ચોરોને પડકારતાં ભાગવામાં નિષ્ફળ 3 શખ્સોને પકડી દોરડાથી બાંધી મેથીપાક ચખાડ્યો હતો.

આ મામલામાં આ લોકો શું કરવા ત્યાં ગયા હતાં તે હજી સ્પષ્ટ નથી થઇ રહ્યું પરંતુ જેણે માર મારવામાં આવ્યો હતો તેમણે આ અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે.

સ્થાનિકોનું કહેવું છે કે, આજ જગ્યાએ એક વર્ષ પહેલાં પણ દુકાનોના દરવાજા તૂટ્યા હતા. પકડાયેલ શખ્સો મલાઈ તળાવ પાંજરાપોળ સામેના વિસ્તારમાં રહેતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી