કોરોનાનું મૂળ શોધવા ગયેલા તજજ્ઞોને જ થયો કોરોના….!!

વુહાનમાં કોરોનાના મૂળને શોધવા પહોંચેલી WHOની ટીમ ક્વારન્ટાઈનમાં

કોરોના વાયરસની ઉત્પત્તિ શોધવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની ટીમ ચીનના વુહાન પહોંચી ગઈ છે. ચીન પહોંચતા જ આ વૈજ્ઞાનિકોને 14 દિવસ માટે ક્વારન્ટાઈન કરી દેવાઈ છે. 15 સભ્યોની આ ટીમના બે વૈજ્ઞાનિકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિંગાપોરમાં જ રોકી દેવાયા છે. જોકે, એક વર્ષ પછી વૈજ્ઞાનિકોના પ્રવાસથી કોઈ મોટો ખુલાસો થવા અંગે દુનિયાભરના દેશોએ શંકા વ્યક્ત કરી છે. દરમિયાનમાં, હાલના દિવસોમાં ચીનમાં ફરીથી કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક ટ્વીટમાં કહ્યું કે, કોવિડ-19 માટે જવાબદાર વાયરસની ઉત્પત્તિની તપાસ કરી રહેલા 13 વૈજ્ઞાનિકોનું આંતરાષ્ટ્રીય દળ આજે ચીનના વુહાન પહોંચી ગયું. આ ટીમ તાત્કાલિક પોતાનું કામ શરૂ કરશે અને આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે બે સપ્તાહના ક્વાન્ટાઈન પીરિયડમાં રહવાના નિયમનું પાલન કરી આ સમય પૂરો કરશે. બે વૈજ્ઞાનિકો હજુ પણ સિંગાપોરમાં છે અને કોવિડ-19 સંબધી ટેસ્ટ કરાવી રહ્યા છે. ટીમના બધા સભ્યોની મુસાફરી પહેલા તેમના ગૃહ દેશોમાં ઘણા પીસીઆર અને એન્ટીબોડી ટેસ્ટ થયા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ હતો.

ડબલ્યુએચઓની ટીમમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, બ્રિટન, રશિયા, નેધરલેન્ડ, કતર અને વિયેતનામના વાયરસ અન અન્ય વિશેષજ્ઞ છે.

 23 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર