હૈદરપુરામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 2 આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરમાં સેનાનો સપાટો

જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓ વિરુદ્ધ સેનાનો સપાટો જારી છે. શ્રીનગરના હૈદરપુરામાં સેના અને આતંકીઓ વચ્ચે આજે અથડામણ થઈ જેમા સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ 2 આંતકીને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસના એસઓજીને બાતમી મળી હતી કે, આંતકીઓ છૂપાયા છે જેને પગલે સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

અગાઉ ગુરુવારે પણ સેના દ્વારા 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં આતંકીઓની હલચલ વધી ગઈ છે. જેથી સેના પણ હવે એકશ ન મોડમાં આવી ગઈ છે આ વર્ષે અત્યાર સુધીમાં સેના દ્વારા 130 કરતા પણ વધું આતંકીઓને ઠાર કર્યા છે.

ઘાટીમાં હાલ 38 વિદેશીઓ સહિત 150 થી 200 આતંકીઓ સક્રિય છે તેવી માહિતી સામે આવી છે. જેથી થોડાક સમયથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ગત આઠ નવેમ્બરે આતંકીઓએ એક નિર્દોષ યુવકની હત્યા કરી હતી. તે પહેલા પણ આતંકીઓએ એક કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી.

ઓક્ટોબરની વાત કરીએ તો કાશ્મીરમાં આતંકીઓએ ઓક્ટોબર મહિનામાં 13 નાગરીકોની હત્યા કરી હતી. સાથેજ 12 જવાનો પણ આતંકી હુમલામાં શહિદ થયા હતા. જોકે આતંકીઓના વધતા ત્રાસને લઈને ભારતીય સેના પણ એકશનમાં આવી ગઈ હતી. જેમા ગત મહિને કાશ્મીરમાં કુલ 20 આતંકીઓને સેનાએ ઠાર કર્યા હતા.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી