દેશમાં હારશે કોરોના! વધુ બે રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી

આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી આપી માહિતી

દેશમાં કોરોના વાયરસને સંપૂર્ણ રીતે હરાવવા માટે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ, કોવિડ -19 રસીઓ કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીરના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે.

ભારત સરકારે વધુ બે રસીને ઇમરન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને ભારતવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, એક જ દિવસમાં બે રસી અને એક દવાની મંજૂરી આપવામાં આવી છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી