September 19, 2021
September 19, 2021

ભારતીય ટીમના વઘુ બે ખેલાડી કોરોના પોઝિટિવ

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પણ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો

શ્રીલંકા ટૂરમાં ગયેલી ભારતીય ટીમના વઘુ બે ખેલાડી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સ્પીન બોલર યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપા ગૌતમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ બન્ને ખેલાડી તેના સંપર્કમાં આવ્યા હતા.

નોંઘનીય છે કે, કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ચહલ, ગૌતમ, હાર્દિક પંડ્યા સહિત આઠ ખેલાડીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. આ 8 ખેલાડીઓ શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી T20 મેચમાં રમ્યા ન હતા.

ગઈકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની ત્રીજી અંતિમ T-20માં ભારતનો લંકા વિરુદ્ધ કારમો પરાજય થયો હતો જેના પગલે શ્રીલંકાએ સીરીઝ 2-1 પોતાના નામે કરી લીધી છે.

 55 ,  1