અમદાવાદ : દાણીલીમડામાં યુવકને રહેંશી નાખનાર બે કાતિલ ઝડપાયા

મહેંદી રસમમાં ડાન્સ બાબતે ખેલાયો હતો ખૂની ખેલ

દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલાં જૂની અદાવતમાં થયેલી એક યુવકની હત્યાના કેસમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે. મહેંદી રસમમાં ડાન્સ કરવા બાબતે આ ખૂની ખેલ ખેલાયો હતો.

દાણીલીમડામાં રહેતો સાહિલ મહંમદ શુક્રવારે રાતના 9 વાગે મિત્ર આરિફના ઘરે મહેંદી પ્રસંગ હોવાથી ઘરેથી નિકળ્યો હતો. દરમિયાન વહેલી સવારે લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા પરિવાર સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરિવારને જાણ થઇ હતી કે, સાહિલને તેના મિત્ર અનસ પઠાણ અને મોંહમદ અયાન ઉર્ફે પાંડાએ દંડા અને છરી વડે હુમલો કર્યો હતો ત્યારબાદ તેઓ નાસી ગયા હતા. આ મામલે દાણીલીમડા પોલીસે અનસ પઠાણ અને પાંડા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસ મુજબ, દાણીલીમડા વિસ્તારમાં રહેતો મહંમદ સાહિલ તેના મિત્રને ત્યાં મહેંદી રસમનો પ્રસંગ હોવાથી ગયો હતો. જ્યાં અનસ અને મોંહમદ અયાન આવ્યા હતા. પ્રસંગમાં ડાન્સ કરવાને બાબતે સાહિલ અને અનસ વચ્ચે બબાલ થઇ હતી. ડાન્સને લઇ થયેલી બબાલ તેમજ અગાઉની અદાવત રાખી ને અનસ તેમજ તેનો મિત્ર અયાન મહેંદી રસમની બહાર હથિયાર લઇને ઉભા હતા. આ દરમિયાન સાહિલ ત્યાંથી પછાર થતાં બન્નેએ હુમલો કરી દીધો હતો.

લાકડના ફટકા તેમજ ઉપરા છાપરી છરીને ઘા મારી સાહિલને મોતને ઘાટ ઉતારી બંન્ને ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે બંન્ને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 78 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી