ટીમ ઈન્ડિયા કોરોનાની ઝપેટમાં, બે ખેલાડી કોરોના પોઝિટિવ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ ઉપર સંકટના વાદળ ઘેરાયા

ઈંગ્લેન્ડની સામે 4 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા ઈન્ડિયન ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ વધી છે. ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમના બે ખેલાડીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે, એકનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે જ્યારે અન્ય હજુ પણ આઇસોલેશનમાં છે પરંતુ કોઈ લક્ષણો નથી. સંક્રમિત ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યા નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બંને સંક્રમિત થયેલા ખેલાડીને ગળામાં દર્દ, ઠંડી,ખાંસી જેવા લક્ષણ જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે, પાકિસ્તાન સામેની વનડે સિરીઝના માત્ર 2 દિવસ પહેલાં ઇંગ્લેન્ડના 3 ખેલાડી સહિત 7 લોકો પોઝિટિવ આવ્યા હતા. આ પછી દરેકને આઇસોલેટ કરી દેવાયા છે
અને પાકિસ્તાન સામેની મેચમાં આખી નવી ટીમને ઉતારવામાં આવી હતી.

 63 ,  1