રાજસ્થાનથી ખાનગી બસમાં બે યુવકો દેશી બનાવટી રીવોલ્વર સાથે ઉતર્યા
અમદાવાદ શહરેના નરોડા વિસ્તારમાં રાજસ્થાનાથી આવેલા બે વિદ્યાર્થીઓની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પૂર્વે સઘન ચેકિંગ દરમિયાન બાતમીને આધારે નરોડા પોલીસે દેશી રીવોલ્વર સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.
શહેર નરોડા વિસ્તરામાં સ્થાનિક ચૂંટણીને લઇ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રાજસ્થાનથી ખાનગી બસમાં બે યુવકો દેશી બનાવટી રીવોલ્વર સાથે ઉતર્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. ચોક્કસ બાતમીને આધારે પોલીસે દેવી સિનેમા નજીક શંકાસ્પદ બે યુવકોની અટકાયત કરી હતી. આ દરમિયાન તપાસ કરતા યુવકો પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટી રીવોલ્વર મળી આવી હતી. આરોપી દેવેન્દ્ર સિંહ તેજસિંહ રાજાવત અને દિનેષકુમાર હવાસીંગ જાટ બન્ને રાજસ્થાનથી બંદૂક લઇને આવ્યા હોવાની કબૂલાત કરી હતી. તપાસ દરમિયાન બન્ને આરોપીઓ વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું હતું.
હાલ આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓ હથિયાર શા માટે લાવ્યા હતા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
87 , 1