રાજકોટ: બે રિક્ષાચાલકો વચ્ચે ઝઘડો, એક બીજાને છરી ઝીંકી હત્યા કરી, દ્રશ્યો CCTVમાં કેદ

રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન પાસે બે રીક્ષાચાલકો વચ્ચે ઝઘડો થતા સાજીદ નામના રીક્ષા ચાલકે રજાક નામના રીક્ષા ચાલક પર છરી ઝીંકી દીધી હતી. આથી રજાક લોહીલૂહાણ હાલતમાં જ નીચે ઢળી પડ્યો હતો.

સાજીદ છરી મારી ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે રજાકને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વધુમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ગુનામાં સાજીદ ભટ્ટી અને મુસ્તાક ભટ્ટી નામના બે આરોપીની ધરપકડ કરી છે. રજાકના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

રાજકોટના નાણાવટી ચોકમાં થોડા દિવસ પહેલા જ સામાન્ય બોલાચાલીમાં એક યુવકની પાંચ શખ્સોએ છરીના ઘા મારી હત્યાનીપજાવી હતી. ત્યારે આજે ફરી સામાન્ય બોલાચાલીમાં એક રીક્ષાચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. શું ખાખીનો ખૌફ ઓસરી રહ્યો છે તેવો સવાલ લોકોમાં સર્જાયો છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી