મહુવા: નાના ભાઈને તળાવમાં ડૂબતો જોઈ મોટા ભાઈએ પણ મારી છલાંગ, બંન્નેના મોત

મહુવા તાલુકાનાં કાકોડી ગામે 2 સગા ભાઈના તળાવમાં ડુબી જવાથી મોત થયા છે. ઘટનાની વિગત અનુસાર ભેંસ ચરાવવા જતી વખતે ઓમ બારોટ નામનો યુવક ભેંસ પર બેઠો હતો અને ભેંસ તળાવમાં જતી રહેતા ઓમ પાણીમાં ડુબવા લાગ્યો હતો. જેની તેને બચાવવા તેના મોટા ભાઈ મોંટુએ તેની પાછળ પાણીમાં પડતા તે પણ ડુબી ગયો હતો.

ભારે જહેમત બાદ બચાવની ટીમે નાના ભાઈ અને મોટા ભાઇનો મૃતદેહ શોધી નાંખ્યો હતો. મોન્ટુ જસુભાઈ બારોટ 18 વર્ષનો હતો જ્યારે ઓમ જસુભાઈ બારોટ 11 વર્ષનો હતો. ઘટના સ્થળે તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો છે. બંન્ને સગા ભાઇઓનાં મોતનાં પગલે ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. કલાકોની ભારે જહેમત બાદ બીજા ભાઇ મોન્ટુનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી