મોરબીના ટીંબડી ગામ નજીક પાણીમાં ડુબવાથી બે સગી બહેનોના મોત

મોરબીના ટીંબડી ગામ નજીક આવેલા પાણીના ખાડામાં બે સગી બહેનોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ગામમાં શોકનું મોજુ ફળી વળ્યું હતું. બંને બહેનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી અનુસાર એક જ પરિવારની બે સગી બહેનો સોનીબેન શંકરભા અખિયાણી (12) અને હિરુબેન શંકરભાઈ અખિયાણી (16)નું ટીંબડી ગામના પાટિયા પાસે આવેલ પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે. બંને બહેનો ખાડા પડી હોવાની જાણ થતાં સ્થાનિક લોકો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને બંને બહેનોને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી.

થોડા જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતાં મોરબી તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને બંને બહેનોના મૃતદેહોને પોસ્ટમોર્ટ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વધુ જાણકારી પ્રમાણે ખાડા પાસે કપડા ધોતી વખતે આ બનાવ બન્યો છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી