30 મિનિટમાં બે આતંકવાદી હુમલા, 1 ASI શહીદ, નાગરિકનું મોત

જમ્મુકાશ્મીરમાં આતંકીઓ બન્યા બેફામ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અડધો કલાકમાં બે મોટા હુમલા કર્યા હતા. અનંતનાગમાં આતંકીઓ ફરી એકવાર પોલસીકર્મીઓને નિશાન બનાવ્યા હતા. આતંકી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ASI શહીદ થયા છે જ્યારે બીજી હુમલો આતંકીઓ એક નાગરિકને નિશાન બનાવીને ગોળીઓ વરસાવી હતી.

આતંકવાદીઓ મધ્ય કાશ્મીરમાં શ્રીનગરના મેરજનપોરમાં ઈદગાહ વિસ્તારમાં એક નાગરિક પર ફાયરિંગ કર્યું. નાગરિકની ઓળખ રઉફ અહમદ ખાન તરીકે થઇ તે પહેલા શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યમાં પોલીસફોર્સ અને સુરક્ષાજવાનો પહોંચીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

તેની થોડીવાર બાદ અનંતનાગના બિજબિહારામાં આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીર પોલીસે ASI મોહમ્મદ અશરફ પર ફાયરિંગ કરી દીધું. હુમલામાં ASI ઇજાગ્રસ્ત થયા હતા. તેમને શ્રીનગરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી