જમ્મુ-કાશ્મીરમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સતત ચાલુ જ છે. આ દરમિયાન ૧૪ જુને પુલવામામાં સેનાએ હિઝબુલ મુઝાહિદ્દીનના ડેપ્યૂટી ચીફ સૈફુલ્લાને પણ ઘેરી લીધો છે. તે ઉપરાંત અન્ય બે આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે.
૧૪ જુન સવારથી જ આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. આ એન્કાઉન્ટર પુલવામાના બ્રોબંદિના વિસ્તારમાં શરૂ થયું છે. અહીં ઈનપુટ દ્વારા માહિતી મળ્યા પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
સેના તરફથી 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને પુલવામા પોલીસે જોઈન્ટ ઓપરેશન કરીને એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. સેનાએ આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
33 , 1