જમ્મુ-કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં સેનાને બે આતંકીઓને ઠાર મારવામાં મોટી સફળતા મળી છે. મળતી વિગત મુજબ, સેનાને કેટલાક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ સેના પર હુમલો કરી દીધો હતો. જો કે સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબારી થઇ હતી. જેમાં સેનાએ આતંકીઓને ઘેરી મોતને ઘાત ઉતારી દીધા હતા.
હાલ હજુ પણ કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની આશંકાને લઇ સેનાએ સર્ચઓપરેશન તેજ કર્યું છે.
97 , 3