અમદાવાદ : ગોમતીપુર વિસ્તારમાં કાપડના બે વેપારીઓએ યુવતી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ, બન્નેની ધરપકડ

અમદુપુરા ખાતે સફલ 4માં કાપડનો વેપાર કરતા રાજકુમાર બુદરાણી અને સુશિલ બજાજ સામે દુષ્કર્મનો આરોપ

અમદાવાદ શહેરમાં સરસપુર ખાતે રહેતી યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. કાપડના બે વેપારીઓએ દુકાનમાં એકલતાનો લાભ લઇ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પીડિતાએ પૂર્વ ઝોનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ અમદુપુરા વિસ્તારમાં આવેલ સફલ 4માં કાપડની દુકાન ધરાવે છે. દુષ્કર્મના આરોપીઓના નામ રાજકુમાર બુદરાણી અને સુશિલ બજાજ હોવાનું જાણવા મળ્યું છે.

બંન્ને આરોપીએ યુવતીને નોકરી છોડી વધુ પગારની લાલચ આપી હતી. જો કે આરોપીઓએ યુવતી પર દાનત બગાડી દુકાનમાં જ લાજ લૂંટી હતી. ફરિયાદ બાદ પોલીસે બંન્ને આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ક્રાઇમ બ્રાંચ વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, અમદાવાદમાં સરસપુર વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતી ગોમતીપુર વિસ્તારમાં રેડિમેડ કપડાંની દુકાનમાં નોકરી કરતી હતી. 28 ઓક્ટોબરના રોજ દુકાનમાં બે માણસો આવ્યાં હતાં. જેઓ યુવતીના શેઠ પાસે ઉઘરાણી કરતાં હતાં. જેથી તેના શેઠે ઉઘરાણી લઈને આવું એમ કહીને દુકાનમાંથી રવાના થઈ ગયાં હતાં. આ યુવતીને દુકાનમાં આવેલા બે માણસોએ નોકરી છોડીને વધુ પગાર આપવાની વાત કરી અને 5 હજાર આપીને જતા રહ્યાં હતાં. યુવતીએ આ માણસો અંગે શેઠને વાત કરી અને નામ પૂછતાં રાજકુમાર બુદરાણી અને સુશિલ બજાજ હોવાનું કહ્યું હતું. આ બંને જણા અમદુપુરા ખાતે સફલ 4માં કાપડનો વેપાર કરે છે એમ યુવતીને તેના શેઠે કહ્યું હતું.

યુવતીએ નોંધાયેલી ફરિયાદ મુજબ, 1 નવેમ્બરના રોજ બંને આરોપી દુકાને આવ્યાં ત્યારે યુવતીના શેઠ હાજર ન હતાં. આ દરમિયાન બન્ને આરોપીએએ યુવતી પર દાનત બગાડી ઓફિસની પાછળ રહેલી રૂમમાં લઈ ગયાં અને તેની સાથે મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ બચવા માટે જોરથી ચીસો પાડતાં સુશિલ બજાજે તેનું મોઢું દબાવી દીધું હતું. બાદમાં તેણે પણ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી હતી.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર