શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી છે. શહેરમાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગરોડ પર વાવાઝોડા જેવી ધુળની ડમરીઓ ઉડી છે. રવિવારની રજાનો લાભ લઈ અમદાવાદીઓ ધાબા અને રસ્તા પર નાહવા પણ નીકળ્યા છે.
વરસાદના પગલે ઠેર ઠેર ભુવા પડે તે સામાન્ય વાત થઇ ગઈ છે પરંતુ વૃક્ષો પણ પડી રહ્યા છે. આજે શહેરમાં બે જગ્યાએ વૃક્ષ પડ્યાં છે જેમાં એક દુર્ઘટના મણિનગરમાં બની છે જેમાં વૃક્ષ ચાલુ રીક્ષા પર પડતા યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય દુર્ધટનામાં રીક્ષા પર વૃક્ષ પડતા એક વ્યક્તિને ઇજા પહોંચી છે.
31 , 1