September 21, 2020
September 21, 2020

સાથે રહીશું..સાથે જીવીશું…સાથે મળીશું…! સગીર વયની બે માસિયાઈ બહેનોએ કર્યો આપઘાત

એક પળ પણ દુર ન રહેતી બન્ને સગીર બહેનોએ ઝાડ સાથે દુપટ્ટો બાંધી સજોડે જિંદગી ટૂંકાવી

રાજકોટના કાગદડીમાં સાથે રહેતી, સાથે જમતી સગીર વયની બે માસીયાઈ બહેનોએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા સનસની મચી ગઇ છે. આપઘાતનું કારણ જાણા શકાયું નથી. પરંતું ગામની સીમમાં બન્નેના મૃતહેદ લટકતા મળી આવતા અનેક આશંકાઓ પણ જતાવી રહી છે. ત્યારે આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, કુવાડવા તાબેના કાગદડીમાં બાજુ-બાજુની વાડીમાં પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતાં મુળ દાહોદ પંથકના બે સાઢુભાઇની 16 અને 13 વર્ષની દિકરીઓએ સીમમાં જઇ એક જ બાવળના ઝાડમાં ચુંદડીના એક-એક છેડે લટકી જઇ જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બંને માસીયાઇ બહેનો સતત સાથે રમતી, જમતી હતી અને ઉંઘવાના સમયે પણ સાથે જ રહેતી હતી. બંનેએ અચાનક મોત પણ એક સાથે મેળવી લેતાં મજૂર પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ કાગદડીમાં ખેતરમાં રહી મજૂરી કરતાં દાહોદના ધાનપુર તાબેના નવાનગરના બાબુ ભાવલાભાઇ ભુરીયાની દિકરી સરિતા (ઉ.વ.16) તથા બાજુના ખેતરમાં રહેતાં બાબુના સાઢુ દાહોદના નંગરીયાભાઇ વરસીંગભાઇ કલારાની દિકરી રાધિકા (ઉ.વ.13) ગઇકાલે બપોર બાદ વાડીએ રમતી રમતી ગૂમ થઇ ગઇ હતી. સાંજના પાંચેક વાગ્યે બધા વાડીનું કામ પુરૂ કરી ભેગા થયા ત્યારે સરિતા અને રાધિકા જોવા ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન કોઇ છોકરાઓએ બે છોકરી કાગદડીની સીમમાં બાવળના ઝાડમાં લટકતી હોવાની જાણ કરતાં બધા ત્યાં દોડી ગયા હતાં. તપાસ કરતાં સરિતા અને રાધિકાએ ગળાફાંસો ખાઇ લીધાનું માલુમ પડતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શરૂઆતમાં બન્ને બહેનોએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હત્યા થઇ હોવાની પણ આશંકા વ્યક્ત કરી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 175 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર