U – ટર્ન : સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા રહેશે

ગઈકાલે SOU 5 દિવસ પ્રવાસી માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો

નર્મદાના કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સહિતના પ્રવાસન સ્થળો ખુલ્લા રહેશે તેવા નિર્ણયની જાહેરાત souadtgaના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરવામાં આવી છે. એટલે હવે 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર આ દિવસો દરમિયાન પ્રવાસીઓ souની મુલાકાત લઈ શકશે. 1 નવમ્બરે સોમવાર હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહેશે. નોંધનીય છે કે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને 5 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

31 ઓક્ટોબરે સરદાર જયંતિના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના આયોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ આવવાના કારણે પ્રોટોકોલ અને સુરક્ષાના ભાગરૂપ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને 5 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, હવે તંત્રએ આ નિર્ણય બદલતા કહ્યું કે, 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંધ રહેનારું સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે સામાન્ય નાગરિકો માટે ખુલ્લું જ રહેશે. બીજી બાજુ મીડિયા અહેવાલના પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેવડિયા આવવાનો કાર્યક્રમ કેન્સલ થયો છે. જોકે, દેશના ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસ ભાગ લેશે.

SOUની લોકપ્રિયતા વિશ્વનાં અન્ય પ્રવાસન સ્થળો કરતાં અનેક ગણી વધી રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ભારત સરકારના આંકડાઓ અનુસાર, ગત માર્ચ-2020માં (કોરોનાકાળ પહેલાં) સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ હતી, જેની સામે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને જોવા દરરોજ સરેરાશ 10,000 પ્રવાસી જતા હતા.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી