UAPA સંશોધન બીલ રાજ્યસભામાં પાસ, હવે સંદિગ્ધ વ્યક્તિને આતંકી જાહેર કરી શકાશે

રાજ્યસભામાં UAPA બિલ મતદાન બાદ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં 147 અને વિરોધમાં 42 વોટ પડ્યા. બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવાનો પ્રસ્તાવ પહેલા જ ફગાવી દેવાયો હતો. લોકસભાથી આ બિલને મંજૂરી આપવામાં આવી ચૂકી છે હવે કાયદામાં સંશોધન કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

રાજ્યસભાની કાર્યવાહી દરમ્યાન વિપક્ષે યુએપીએ બિલ અંગે સરકારને કરેલા સવાલના જવાબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યા હતા. તેમણે જણાવ્યુ કે, હુ કોંગ્રેસે લાગૂ કરેલી કટોકટીને યાદ કરવા માગતો નથી. આ બિલ આતંકવાદ વિરૂદ્ધનું છે. આ બિલમાં સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે.

નવા બિલમાં સરકારે ગેર કાયદેસર ગતિવિધિઓમાં સામેલ વ્યક્તિ વિશેષને આતંકી જાહેર કરવાની જોગવાઈનો સમાવેશ કર્યો છે. ચર્ચા દરમિયાન દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, મને ભાજપની પ્રવૃતિ પર શંકા છે. કોંગ્રેસે ક્યારેય આતંકવાદ સાથે સમજૂતી નથી કરી, તેથી આ કાયદો લઈને આવ્યા હતા. તમે લોકો આતંકવાદ સાથે સમજૂતી કરો છે. ભાજપ સરકારે જ પહેલાં રુબૈયા સઈદ અને પછી મસૂદ અઝહરને છોડ્યો હતો.

અમિત શાહે કહ્યું કે સંસ્થા વ્યક્તિથી બને છે અને આ આતંકી બંધ કરીને બીજી ખોલી લે છે. જ્યાં સુધી વ્યક્તિને આતંકી જાહેર નહીં કરો ત્યાં સુધી તેના પર અંકુશ આવશે નહીં. આતંકવાદ આજે ઘોષિત સમસ્યા છે. ઈઝરાયેલ, ચીન અને યુરોપીય દેશોએ કાયદા બનાવ્યાં છે.

અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ આ જે બિલ છે તેના પર જો વિપક્ષ પણ એક મત હોત તો દેશમાં એક સારો સંદેશ જાત. આ બિલના માધ્યમથી એનઆઈએને શક્તિશાળી બનાવવાના મુદ્દે ગૃહ મંત્રીએ કહ્યું કે એનઆઈએ જે કેસ નોંધે છે તે જટિલ કેસ હોય છે.

બિલ પાસ થયા પહેલા રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ તરફથી UAPA બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવાનો પ્રસ્તાવ પાડી દેવામાં આવ્યો. પ્રસ્તાવના પક્ષમાં 85 અને વિરોધમાં 104 વોટ પડ્યા.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી