ઉદ્ધવ ઠાકરેએ 18 સાંસદોની સાથે રામલલાના દર્શન કર્યા, મોદી સરકાર સમક્ષ કરી આ માગ

ઉદ્ધવ ઠાકરેની સાથે મહારાષ્ટ્ર શિવસેનાના 18 સાંસદોએ રામલલાના દર્શન કર્યા. તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ સાથે રહ્યાં. ઉદ્ધવ સાત મહિનામાં બીજી વખત અયોધ્યા આવ્યાં છે. આ દરમિયાન ઉદ્ધવે વડાપ્રધાન મોદી સમક્ષ જલદીથી રામ મંદિર બનાવવાની માગ કરી છે.

ઉદ્ધવે કહ્યું કે રામ મંદિર શિવસેના જ નહીં, પરંતુ દેશના હિંદુઓની આસ્થાનો પ્રશ્ન છે. ઉદ્ધવે મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે હવે મંદિર નિર્માણમાં મોડું થાય તેવી કોઈ જ શક્યતા નથી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંસદના મોનસૂન સત્રમાં સકારાત્મક પરિણામ મળશે.

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે રવિવારે અયોધ્યા પહોંચ્યા, તેઓ અહીં પોતાના 18 સાંસદોની સાથે રામલલાના દર્શન કરશે. ઉદ્ધવ ઠાકરે સવારે 9 વાગે અયોધ્યા પહોંચી ગયા છે.

હવે તેઓ 11 વાગે રામલલાના દર્શન માટે જશે. ઉદ્ધવ બે વાર અયોધ્યા આવવાના આ પાસાને રામ મંદિર નિર્માણની પ્રથમ સીડી તરીકે જોવામાં આવી રહ્યું છે. દર્શન પછી ઠાકરે હોટલ પંચશીલમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

 11 ,  1