દેશભરમાં કોલેજો શરૂ કરવા બાબતે UGCની ગાઈડલાઈન જાહેર

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC)એ દેશભરમાં વિશ્વવિદ્યાલયો અને કોલેજો ફરીથી ચાલુ કરવા માટે દિશાનિર્દેશ (Guideline) જાહેર કર્યા છે. નવા દિશાનિર્દેશો પ્રમાણે કંટેનમેન્ટ ઝૉનમાં આવતી કોલેજો અને યુનિવર્સિટીઓ સિવાયની બાકીની તમામ કોલેજો અને યુનિવર્સિટીને ખોલવામાં આવશે. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ તબક્કાવાર કોલેજો અને યુનિવર્સિટીઓ ખોલાશે.

UGCએ અઠવાડીયામાં કામકાજના છ દિવસ અને સુરક્ષિત સામાજીક અંતર સાથે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રાખીને વર્ગો શરુ કરવાની સલાહ આપી છે. જો કે સંસ્થઓ જરુરત પ્રમાણે પ્રતિદિવસ શિક્ષણના કલાકોને વધારી શકે છે. નવા નિર્દેશો પ્રમાણે બધી શિક્ષણ સંસ્થાઓ ખોલ્યા પહેલાં કેન્દ્ર અથવા સંબંધિત રાજ્ય સરકારને આ શિક્ષણ સંસ્થાઓને ફરીથી ચાલુ કરવા માટે સુરક્ષિત છે તેવું જાહેર કરવુ પડશે.

કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને બનાવાયેલી તમામ ગાઈડલાઈન અને નિયમોનું ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ કડક પાલન કરવુ પડશે. કેન્દ્રિય શિક્ષામંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ કે, બધી શિક્ષણ સંસ્થાએ, વિદ્યાર્થીઓ, વાલીઓના સારા ભવિષ્ય અને જીવન માટે આ દિશાનિર્દેશો અને નિયમોનું પાલન કરવુ જરુરી છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર