કુંભમાં ઉમટી ભીડ, અનેક સાધુઓ કોરોના પોઝિટિવ મળ્યા

ન માસ્ક,  ન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન

આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ શાહી સ્નાનમાં કોરોનાએ વિધ્ન નાખ્યું છે. શાહી સ્નાન પહેલા જ સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ સહિત અડધા ડઝનથી વધુ સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જણાવવાનું કે કુંભના આ અઠવાડિયામાં સોમવારે અને બુધવારે કુંભમેળામાં શાહી સ્નાન છે. શાહી સ્નાનમાં તમામ 13 અખાડા માતા ગંગામાં સ્નાન કરશે. જેમાંથી સાત સન્યાસી અખાડા અને ત્રણ બેરાગી અખાડી તથા ત્રણ વૈષ્ણવ અખાડા પણ સામેલ છે. આ સ્નાન હર કી પૌડી બ્રહ્મકુંડ પર થશે. પ્રશાસન દ્વારા શાહી સ્નાનને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. 

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે કુંભનગરીમાં રવિવારે નિરંજની અખાડાના એક જૂના અખાડાના બે વધુ સંત કોરોના સંક્રમિત થયા છે. નવા કેસ મળીને અત્યાર સુધીમાં બંને અખાડામાં કુલ 9 સંત કોવિડ 19 સંક્રમિત મળી આવ્યા છે. મહાકુંભ મળા માટે ઉત્તરદાયી અખાડ પરિષદના અધ્યક્ષ નિરંજની અખાડાના મહંત નરેન્દ્ર ગિરીનો રવિવારે આવેલો તપાસ રિપોર્ટમાં કોવિડ-19 પુષ્ટિ થતા મહાકુંભના અધિકારીઓમાં હડકંપ મચ્યો છે. 

 50 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

એક મીડિયા ગ્રુપ સાથે વાત કરતા ડીએમ મેલા દીપક રાવતે કહ્યું તે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 50 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અનેક સાધુઓ પોઝિટિવ આવ્યા છે. આગળ પણ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.  આ પડકારજનક છે પરંતુ અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે લોકો પ્રોટોકોલનું પાલન કરે.

ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન

ભીડના કારણે અનેક જગ્યાએ કોરોનાના પ્રોટોકોલના નિયમો તુટ્યા છે. ન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થઈ રહ્યું છે ન કોઈએ માસ્ક લગાવ્યું છે. કુંભ મેળાના આઈજી સંજય ગુંજ્યાલે કહ્યુ છે કે શાહી સ્નાનમાં સૌથી પહેલા અખાડાને પરવાનગી આપવામાં આવી. એ બાદ 7 વાગે સામાન્ય લોકોને શાહી સ્નાનની પરવાનગી મળી હતી.

 51 ,  1