ખેડૂતોની હિંસા પર સંયુક્ત રાષ્ટ્ર નારાજ, ભારત સરકારને કરી ટકોર

ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા પર સયુક્ત રાષ્ટ્રનું નિવેદન

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતોના પ્રદર્શન અને ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પર સયુક્ત રાષ્ટ્રનું નિવેદન સામે આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે, ભારત સરકાર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન, લોકોને ભેગા થવાની સ્વતંત્રતા અને અહિંસાનું સન્માન કરે. પ્રવક્તાએ આ પહેલા પણ કહ્યું હતુ કે, લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને અધિકારીઓને આ કહી દેવું જોઇએ. સંયુક્ત રાષ્ટ્ર પ્રવક્તાનું આ તાજું નિવેદન દિલ્હીમાં ભડકેલી હિંસાને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં હતો.

આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તાએ કહ્યું હતુ કે, જ્યાં સુધી ભારતનો પ્રશ્ન છે તો હું એ જ કહેવા ઇચ્છુ છું કે જે મે આ મુદ્દાઓને ઉઠાવનારા અન્ય લોકોને રહ્યું છે, એ કે લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને અધિકારીઓએ તેમને આ કરવા દેવું જોઇએ. સંયુક્ત રાષ્ટ્ર પ્રવક્તાના આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે વિદેશી નેતાઓની ટિપ્પણી વિશે કહ્યું હતુ કે, “અમે ભારતમાં ખેડૂતો સંબંધિત કેટલીક એવી ટિપ્પણીઓને જોઇ છે જે ભ્રામક સૂચનાઓ પર આધારિત છે. આ પ્રકારની ટિપ્પણીઓ અનુચિત છે, ખાસ કરીને ત્યારે જ્યારે આ એક લોકતાંત્રિક દેશના આંતરિક મુદ્દાથી સંબંધિત હોય.”

કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલા ઉપદ્રવ અંગે પોલીસ સતત એક્શનમાં છે. હિંસા અને તોડફોડની ઘટનાઓ માટે અત્યાર સુધી 22 FIR નોંધાઈ ચૂકી છે. ઉપદ્રવીઓની ઓળખ માટે પોલીસ CCTV ફુટેજની તપાસ કરી રહી છે. લાલ કિલ્લા અને સિંધુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. તો આ તરફ મેટ્રો મેનેજમેન્ટે આજે ફરી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધું છે, સાથે જ જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી ગેટ બંધ કરવામાં આવ્યા છે.

ખેડૂતોએ મંગળવારે પોતાની ટ્રેક્ટર પરેડ નક્કી કરેલા સમય પહેલા જ શરૂ કરી દીધી હતી. પોલીસે પરેડ માટે મંગળવા બપોરે 12થી સાંજે 5 વાગ્યાનો સમય અને રૂટ નક્કી કર્યો હતો. દિલ્હીમાં દાખલ થવા માટે સિંધુ, ટિકરી અને ગાઝીપુર એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂત સવારે 8.30 વાગ્યે જ આ એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં બળજબરી ઘુસી ગયા અને પોતાની પરેડ શરૂ કરી દીધી. દિવસભર ચાલેલી હિંસામાં 86 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.

દિલ્હીમાં મંગળવારે થયેલી હિંસા પછી ગૃહ મંત્રી અમિત શાહે હાઈલેવલ મીટિંગ બોલાવી હતી.શાહે રાજધાનીમાં અર્ધસૈનિક દળોની વધુ કંપનીઓ મોકલવાના આદેશ આપ્યા છે.દિલ્હી પોલીસને ઉપદ્રવીઓ સામે સખતાઈથી એક્શન લેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલામાં દિલ્હી પોલીસે સાત એફઆરઆઈ નોંધી છે. સૌથી જ દિલ્હીની હિંસા પછી હરિયાણામાં કેબિનેટની ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી. મુખ્યમંત્રી ખટ્ટરે પોલીસને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા. સાથે જ દિલ્હી પાસે આવેલા ત્રણ જિલ્લા સોનીપત, પલવલ અને ઝજ્જરમાં ઈન્ટરનેટ અને SMS સર્વિસ બંધ કરી દેવાઈ છે.

 26 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર