અમેરિકાએ કહ્યું- કાશ્મીર પોલિસીમાં કોઈ ફેરફાર નહીં, UN મહાસચિવે કહ્યું- ભારત-પાક શાંતિ રાખે

અમેરિકાએ ગઇકાલ ગુરુવારે ફરીથી જણાવ્યું કે, કાશ્મીર અંગે તેની નીતિમાં કોઇ ફેરફાર થયો નથી. કાશ્મીર મુદ્દે કોઇપણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા વગર જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય રીતે સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે પણ ગુરૂવારે ભારત પાકિસ્તાનને સંયમ રાખવા જણાવ્યું હતું.

વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનની સાથે અમારા સારા સંબંધ છે. વડાપ્રધાન ઇમરાન ખાન અહિંયા આવ્યા હતા. તેમની સાથે કાશ્મીરની સાથે અનેક મહત્વના મુદ્દા અંગે વાત થઇ હતી. અમારી પાસે એવા અનેક મુદ્દા છે જેના પર ભારત અને પાકિસ્તાન સાથે મળીને કામ કરી શકે છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની વાત કરી હતી જો કે ભારતે આનો ઇન્કાર કર્યો હતો.

ગુટરેસે શિમલા સમજૂતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ મુદ્દે અન્ય કોઇ ત્રીજો પક્ષ મધ્યસ્થતા કરી શકે નહીં. તેમના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું કે, મહાસચિવ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે બન્ને દેશોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. મહાસચિવે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1972માં થયેલી શિમલા સમજૂતિ અંગે પણ વાત કરી હતી.સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર મુજબ, જમ્મુ-કાશ્મીર અંગે કોઇપણ નિર્ણય શાંતિપૂર્ણ રીતે લેવો જોઇએ.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી