વાંકાનેરમાં કાકાએ સગીર ભત્રીજી પર આચર્યુ દુષ્કર્મ

પોલીસે નરાધમ કાકા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

વાંકાનેરમાં એક શર્મજનક ઘટના સામે આવી છે. કાકાએ સગીર ભત્રીજીને હવસનો શિકાર બનાવતા ચકચાર મચી ગઇ છે. સગીરા ગર્ભવતી બન્યા બાદ એક બાળકીને જન્મ આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે પોલીસે નરાધમ કાકા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક વર્ષના સમયગાળા દરમિયાન દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા દવાખાને લઇ ગયા બાદ દુષ્કર્મ થયાની માતા-પિતાને થઇ હતી. દીકરી સાથે દુષ્કર્મ થયું હોવી જાણ થતા માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું. સગીરાએ ગત તા.૨૬ ના રોજ બાળકીને જન્મ આપ્યો છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, મૂળ એમપીના રહેવાસી અને અહીં રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે વાંકાનેર આવેલા પરિવારની સગીર વયની દીકરીને તેના સંબંધિત કાકાએ હવસનો શિકાર બનાવી હતી અને સગીરની સાથે અવારનવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દિધી હતી જેથી આ સગીરાએ તા 26/6/21 ના રોજ બાળકીને જન્મ આપ્યો છે.

15 વર્ષ અને પાંચ મહિનાની સગીરાને હવસનો શિકાર બનાવનારા સંબંધી કાકા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળી રહેલી માહિતી મુજબ ભોગ બનેલી સાગીરાના પિતાએ હાલમાં મૂળ જાંબુઆના રહેવાસી અને હાલમાં વાંકાનેરના 25 વારીયા સામે મુસ્તાક ગુલમામદભાઇ બ્લોચના ઘોડાના તબેલામાં રહેતા કીરણ ફુલજીભાઇ આડ સામે ફરીયાદ નોંધાયવતા પોલીસે હાલમાં બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

 15 ,  1