VIDEO : દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકોને બેકાબૂ કારે કચડ્યા, 1નું મોત

લખીમપુર, જશપુર અને હવે ભોપાલમાં…

છત્તીસગઢના જશપુર જિલ્લામાં દુર્ગા વિસર્જન દરમ્યાન કારે લોકોને કચડ્યા હોવાની ઘટનાની યાદો હજી ભૂલાઈ નથી ત્યાં આવી જ એક ઘટના મધ્યપ્રદેશનની રાજધાની ભોપાલમાં પ્રકાશમાં આવી છે જેમાં એક બેકાબૂ ઝડપી કાર એક સરઘસમાં લોકોને કચડી નાખી હતી જેમાં એક યુવાનનું મોત થયું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે ઘાયલોમાંથી બેની સ્થિતિ ગંભીર છે. લોકો કાર ડ્રાઈવરને પકડવા પાછળ ભાગ્યા હતા. જોકે તે ભાગી ગયો હતો. ડ્રાઈવરના વર્તનથી ગુસ્સે ભરાયેલા લોકોએ હોબાળો કર્યો હતો.

આ દરમિયાન ત્યાં અરાજકતા હતી. લોકો કાર ચાલકને પકડવા દોડી ગયા, પરંતુ તે ભાગી ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ હંગામો શરૂ કર્યો હતો. આના પર પોલીસે લોકોને શાંતિ બનાવવા અપીલ કરી, પરંતુ લોકોએ હંગામો મચાવવાનું ચાલુ રાખ્યું, જેના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ વાતાવરણ વધુ ગરમાયું હતું.

ભક્તો સ્ટેશન વિસ્તાર બજરિયામાં શનિવારે રાત્રે 11:15 વાગ્યે દુર્ગા વિસર્જન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી એક સ્પીડિંગ કાર શોભાયાત્રામાં આવી ચડી. નાસભાગ બાદ કાર ઝડપથી પલટી મારી નાસી ગઈ હતી. આ પછી હાજર ટોળાએ હંગામો શરૂ કર્યો. બીજી બાજુ, પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો, જેના કારણે ભક્તોએ પોલીસ સ્ટેશન બજરિયા સામે રોષ ઠાલવ્યો હતો.

DIG ઈરશાદ વલીએ જણાવ્યું કે દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન જ્યારે ભોપાલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાંદબડ તરફથી ઝડપથી આવી રહેલી એક કારે લોકોને ટક્કર મારી હતી. પછીથી ડ્રાઈવરે ઝડપથી કારને રિવર્સ કરી અને કેટલાક લોકોને ટક્કર મારી.

 45 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી