અંતરિક્ષમાં પણ ભારતનો પરચો, લાઇવ સેટેલાઇટને તોડી પાડનારો બન્યો ચોથો દેશ

પીએમ નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોદીએ પોતાના સંબોધનમાં દેશના વૈજ્ઞાનિકોની મહાન હવે સિદ્ધિની પ્રશંસા કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતે આજે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવતા INSAT મિસાઇલથી લાઇવ સેટેલાઇટ તોડી પાડ્યો હતો.

300 કિલોમીટરના અંતર પર સેટેલાઇટને તોડી પાડ્યાના આ અભિયાનને ‘મિશન શક્તિ’ નામ આપ્યું હતું. આ આખા અભિયાનની માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે થોડાંક જ સમય પહેલાં ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતે દુનિયામાં અંતરિક્ષ મહાશક્તિ તરીકે નામ નોંધાવી છે. અત્યાર સુધી અમેરિકા, રૂસ, અને ચીનની પાસે જ આ ઉપલબ્ધિ હતી. હવે ભારત આ ક્ષમતા પ્રાપ્ત કરનાર ચોથો દેશ છે.

પીએમએ વધુમાં કહ્યું કે, આ ગર્વની વાત છે. આ પરાક્રમ ભારતમાં જ તૈયાર એ-સેટ મિસાઇલ દ્વારા કરાઈ છે. હું આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. આજે ફરી તેમણે દેશનું માન વધારી દીધું છે. આપણને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. આપણા સેટેલાઇટનો લાભ તમામને મળે છે. આવનારા દિવસોમાં તેનો ઉપયોગ અને મહત્વ વધવાનું છે. એવામાં તેની સુરક્ષા પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

 34 ,  3