પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ આજે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતરગત ખેડૂતોના ખાતામાં પૈસા મોકલશે.

1800 કરોડ રૂપિયા લોકોના ખાતામાં જમા કરવામાં આવશે

પીએમ મોદી આજે પીએમ કિસાન યોજનાના સાતમાં હપ્તાને લોકોના ખાતામાં જમા કરશે. જેમાં લગભગ 1800 કરોડ રૂપિયા મોકલવામાં આવશે અને તેમાં 9 કરોડથી પણ વધારે ખેડૂત પરિવારોને ફાયદો થશે.

6 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથેવાતચીત

આ સાથે પ્રધાનમંત્રી આયોજન દરમ્યાન 6 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત પણ કરશે. સાથે પ્રધાનમંત્રી સરકાર દ્વારા કરવામાં આવેલ ખેડૂતલક્ષી કામો અંગે પણ કિસાનો સાથે વાતાર્લાપ કરશે. આ સમયે કેન્દ્રીય કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહેશે. 

ત્રણ તબક્કામાં ખેડૂતોને લાભ આપવામાં આવશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજના 1 ડિસેમ્બર 2018 થી લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રતિ વર્ષ કિસાનોને ત્રણ તબક્કામાં લાભ આપવામાં આવે છે. 

 255 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર