‘સુશાસન બાબુ’ના રાજમાં ભાજપના મોટાભાગનાં મંત્રીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ!!

ભાજપનાં ધારાસભ્ય જ્ઞાનેન્દ્રકુમાર જ્ઞાનુએ સનસનીખેજ આરોપ લગાવ્યો

ભાજપનાં ધારાસભ્ય જ્ઞાનેન્દ્રકુમાર જ્ઞાનુએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે નીતિશકુમાર સરકારમાં ભાજપ કોટાના મોટાભાગનાં મંત્રીઓ અને જનતાદળ યુનાઈટેડ કોટાના એક મંત્રી ભ્રષ્ટાચારમાં લીપ્ત છે. તેમણે જણાવ્યું હતું કે સરકારમાં ઓફીસરોની ટ્રાન્સફર અને પોસ્ટીંગમાં જ આ મંત્રીઓ લાગેલા છે.

જ્ઞાનુએ આરોપ લગાવ્યો હતો કે બુધવાર સરકારમાં જે ટ્રાન્સફર અને પોસ્ટીંગ થઈ તેમાં ભાજપનાં મંત્રીઓ ખૂબ પૈસા કમાયા છે જો તેમના નિવાસે દરોડા પાડવામાં આવે તો ત્યાંથી પૈસા મળશે. તેમણે જણાવ્યું હતું કે તેમને આ બાબતની માહિતી પદાધિકારીઓ પાસેથી મળી છે કે સરકારમાં જે બદલી થઈ છે તેમાં મોટા પ્રમાણમાં લેવડ-દેવડ થઈ છે.જેમાં ભાજપના ઘણા મંત્રીઓ સામેલ છે. જનતા દળ યુનાઈટેડ કોટાના મંત્રીઓ પર નીતીશકુમારનું નિયંત્રણ છે પણ એક મંત્રીનાં વિભાગમાં મોટા પ્રમાણમાં લેવડ-દેવડ થઈ છે.

 60 ,  1