મદદ બહાને આધેડનું એટીએમ કાર્ડ બદલી 45 હજાર ઉપાડી લીધા

ઇસનપુરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ

એટીએમ સેન્ટરમાં મદદના બહાને ઘૂસી લોકોના કાર્ડ બદલી ઠગાઇ કરવાના સંખ્યાબંધ કિસ્સા બન્યા છે. ત્યારે ઇસનપુર વિસ્તારમાં આધેડને એટીએમ મશીનમાંથી પૈસા ન નિકળતા યુવકે મદદના બહાને એટીએમ કાર્ડ લીધુ હતુ. પરંતુ પૈસા નિકળ્યા ન હતા. આ દરમિયાન યુવકે આધેડનું કાર્ડ બદલી તેમના ખાતામાંથી 45 હજાર ઉપરાડી લીધા હતા. આ મામલે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ઇસનપુર વિસ્તારમાં 50 વર્ષિય રાકેશભાઇ કનૈયાલાલ ઠક્કર રહે છે અને જીએસટી ઓફિસમાં નોકરી કરે છે. તેમનું એસબીઆઇ બેંકમાં એકાઉન્ટ છે અને ત્રણ વર્ષ પહેલાં પૈસા ઉપાડવા એટીએમ લીધુ હતુ. 29મીના રોજ રાત્રે 8.30 વાગ્યે રાકેશભાઇ પોતાના ઘરેથી નિકળી ઇસનપુર ગોવિંદવાડી ખાતે આવેલ એસબીઆઇના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. તેમણે એટીએમ મશીમાં એટીએમ નાંખી પીન નંબર નાંખ્યો હતો પરંતુ પૈસા ઉપડ્યા ન હતા.

આ દરમિયાન તેમની પાછળ એક અજાણ્યો શખસ ઉભો હતો. તે બધુ જોઇ રહ્યો હતો. તેણે રાકેશભાઇને જણાવ્યું હતું કે, હું તમને તમારા રૂપિયા મશીનમાંથી કાઢી આપવા મદદ કરું છું. તેથી રાકેશભાઇએ યુવકને એટીએમ આપ્યું હતું. તેણે પ્રયત્ન કર્યો હતો પરંતુ પૈસા નિકળ્યા ન હતા. જેથી રાકેશભાઇ ત્યાંથી એટીએમ લઇ નિકળી ગયા હતા. તેમણે ઘરે જઇ એટીએમ જોતા તેમાં અસ્ફાક શેખ નામના વ્યક્તિનું નામ લખ્યું હતું. કાડ બદલાઇ ગયું હોવાથી તેઓ એટીએમ સેન્ટર પર પરત ગયા હતા પરંતુ કોઇ મળ્યું ન હતુ. બીજા દિવસે તેઓ એસબીઆઇ બેંકમાં ગયા હતા અને કાર્ડ બદલાઇ ગયું હોવાની જાણ કરી હતી.

જો કે, આ પહેલાં તેમના ખાતામાંથી 45,300 રૂપિયા ઉપડી ગયા હતા. બીજી તરફ તે જ દિવસે પત્નીને પણ કોરોના આવતા તેમને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ મામલે તેમણે ઇસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 59 ,  1