અમદાવાદ : લોનના બહાને વેપારીને 11 લાખમાં નવડાવી નાખ્યો

નવરંગપુરા પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ

લોન બહાને લાખોની છેતરપિંડી કરનાર પાંચ આરોપીઓની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. વેપારીને 3 કરોડની લોન આપવાની લાલચ આપી 11 લાખની છેતરપિંડી કરી હતી. એટલું જ બે દિવસ માટે આરોપીઓએ શ્રી કૃપા એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી પણ ખોલી હતી. સાથે જ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ પણ તૈયાર કર્યા હતા. જો કે વેપારીને છેતરપિંડીનો અહેસાસ થતાં ફરિયાદ કરતા આ સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. હાલ આ મામલે નવરંગપુરા પોલીસે પાંચ આરોપીઓને ઝડપી વધુ તજવીજ હાથ ધરી છે.

અમદાવાદના વેપારી દેવાંગભાઈ શાહને ધંધા માટે પાંચ કરોડ રૂપિયાની જરૂર હતી. જે માટે તેમણે ચેન્નઈના રામશિવાનો સંપર્ક કર્યો હતો. જેમાંથી અન્ય આરોપીની નંબર અને માહિતી ફરિયાદીને આપવામાં આવી હતી.

આરોપીઓએ વેપારીને લાલચ આપી હતી કે, આઠ કરોડ રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ આપશે. જેમાંથી પાંચ કરોડ રૂપિયા પાછા આપવાના રહેશે અને ત્રણ કરોડ ફરિયાદીને પાંચ વર્ષ માટે વગર વ્યાજે વાપરવા માટે મળશે. જે માટે પહેલાં પાંચ લાખ રૂપિયા અને બાદમાં છ લાખ રૂપિયા તે મળી કુલ 11 લાખ 15 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી.

આરોપીઓ દ્વારા અવારનવાર ફરિયાદી પાસે માત્ર રૂપિયા માનવામાં આવતા હતા. પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ કે પછી રૂપિયા ન મળતા છેતરપિંડી થયું હોવા ની શંકા થઈ હતી જેથી તપાસ કરતાં હકીકત સામે આવી હતી.

આ મામલે નવરંગપુરા પોલીસે આરોપી ગૌરાંગ પંડ્યા, મહેશભાઈ ગોંડલીયા, રૂપેન્દ્ર અરોરા, નિકુલભાઇ રાઠોડ અને સુનીલ પટેલની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં રામ શિવા નામનો ચેન્નઈ નો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી