SK: ખનિજ વિભાગની મીઠી રહેમ નજર હેઠળ રોયલ્ટીની ચોરીનું કૌભાંડ…?

રોયલ્ટી ચોરીની બાબતમાં રાજ્યના ખાણ- ખનિજ વિભાગ સામે દરેક જિલ્લામાં વિવિધ માધ્યમો દ્વરા આક્ષેપો થતાં આવ્યાં છે. ખાણ -ખનિજ વિભાગની મીઠી રહેમ નજર હેઠળ દર મહિને ગુજરાતભરમાં કરોડો રૂપિયાની રોયલટીની ચોરી થઈ રહી હોવાનો અને તંત્ર પણ ચૂપચાપ તમાશો જોઈ રહ્યુ હોવાનો આક્ષેપ થયો છે. વિધાનસભામાં પણ ખનિજ રોયલ્ટીના ચોરીના આરોપો થયા છે.

સૂત્રોએ કહ્યું કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ધાણધા પાસે આવેલા પ્લોટમાં પુરાણનું કામ ચાલી રહ્યું છે. આ પ્લોટમાં અગાઉ ઉંમર બાવન દ્વારા 462 આઈવા ટ્રક નું પુરાણ કરવામાં આવ્યું છે. અને હાલમાં કોઇ દિલીપ વણઝારા નામની વ્યક્તિ દ્વારા પુરાણ કરવામાં આવી રહ્યું છે. અને હજુ આ પ્લોટ માં આશરે 1000 ટ્રક માટી પુરાણ માટે જરૂર પડે તેવો દાવો થઇ રહ્યો છે. એવો આરોપ છે કે આ તમામ પુરાણ કોઈ પણ જાત ની રોયલટી ભર્યા વિના જ કરવામાં આવી રહ્યું છે. જે એક તપાસનો વિષય છે.

સૂત્રોએ આ અંગેની માહિતી આપતાં કહ્યું કે એક આઈવા ટ્રકમાં રેતી કે પુરાણ કે માટી ગણીએ તો એટલે આશરે 1500 રૂપિયાની રોયલ્ટી ની ગણતરી કરીએ તો આશરે 6,93,000 રૂ.થાય અને 1000 ટ્રક ની ગણતરી કરીએ તો 7,00,000 રૂપિયા, એટલે કે આખા પ્લોટના માટી પુરાણ માટે આશરે 15,00,000 રૃપિયાની રોયલ્ટી ની ચોરી કરવામાં આવી છે. આ પ્લોટ ની માલિકી હિંમતનગરના કોઇ વિજયભાઈની હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી