September 23, 2020
September 23, 2020

નવસારીમાં લોકડાઉનના કારણે બેકાર બનેલા શિક્ષકનો આપઘાત

નોકરી છૂટી જતાં બેરોજગાર બનતા શિક્ષકે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં લોકડાઉનના કારણે બેકાર બનેલા એક શિક્ષકે આપઘાત કર્યો છે. જલાલપોર તાલુકાના મરોલી ગામે રહેતા શિક્ષકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધુ છે વિપુલ ટંડેલ નામનો યુવક સુરતની ખાનગી શાળામાં ફરજ બજાવતો હતો. પરિવારનો આક્ષેપ છે કે, નોકરી છૂટી જતાં યુવક બેરોજગાર બન્યો હતો અને આ હતાશાના કારણે તેણે આ પગલું ભર્યું છે.

કોરોના મહામારીને કારણે ધંધા-રોજગાર અને નોકરીઓ પર અસર પડી છે. સુરતમાં પણ કેટલાક રત્નકલાકારોએ ધંધો-રોજગાર બંધ થતાં આત્મહત્યા કરી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે નોકરી છૂટી જતાં શિક્ષકે સૂસાઇડ કર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. હાલ આ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 147 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર