15 કલાક એન્કાઉન્ટર ચાલ્યું, સર્ચ-ઓપરેશન શરૂ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેનું એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે. આતંકવાદીઓ છુપાયા બાદ મંગળવારે રાત્રે સુરક્ષા દળોએ શ્રીનગરની સીમમાં કાર્યવાહી શરૂ કરી હતી. બુધવારે એન્કાઉન્ટર સ્થળેથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. સેનાનું માનવું છે કેઆ ત્રણેય આતંકવાદી છે અને તેમની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
સેનાએ આતંકીઓને શરણે આવવા જણાવ્યું હતું. જો કે આતંકીઓએ ફાયરિંગ કરી દીધુ હતું. તો બીજી તરફ સેનાએ મોરચો સંભાળી વળતો પ્રહાર કરતા ત્રણેય આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલ હજૂ પણ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકાને લઇ સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
તો બીજી તરફ પાસે બાલાકોટ ખાતે આવેલા મેંઢર સેક્ટરમાં 2 પિસ્તોલ, 70 કારતૂસ અને 2 ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યાં છે. પૂંછના SSP રમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આતંકીઓના પાકિસ્તાની હેન્ડલર્સે હથિયાર મોકલ્યાં હતાં. રવિવારે આતંકીઓના મદદગારોની ધરપકડ પછી હથિયારોની ખબર પડી હતી.
48 , 1