કેબિનેટનો નિર્ણય: J&Kમાં વધુ 6 મહિના રાષ્ટ્રપતિ શાસન, ટ્રીપલ તલાક બીલને મંજુરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ લેવામાં આવ્યા હતા. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે નવા ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપવામાં આવી છે તે સિવાય મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીરમાં વધુ છ મહિના માટે રાજ્યપાલ શાસન લંબાવવામાં આવ્યું છે.

મુસ્લિમ મહિલાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકાર સંસદ સત્રમાં તીન તલાક બીલ રજૂ કરશે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, જુના અધ્યાદેશને જ બીલને તબદીલ કરવામાં આવશે.

ગત મહિને 16મી લોકસભા ભંગ થતાની સાથે જ આ વિધેયક નિષ્પ્રભાવી થઈ ગયું હતું, કારણ કે આ સંસદ દ્વારા પાસ થઈ શક્યું ન હતું અને રાજ્યસભામાં લંબિત હતું. તે સિવાય કેન્દ્રિય મંત્રી જાવડેકરે કહ્યું કે, કેબિનેટે જમ્મ કાશ્મીર અનામત બિલ 2019ને મંજૂરી આપી દીધી છે જે ઇન્ટરનેશનલ સરહદના ક્ષેત્રોમાં જમ્મુ કાશ્મીરના લોકોને રાહત આપે છે.

જાવડેકરે કહ્યું કે, જૂના વટહુકમને જ બિલમાં ફેરવવામાં આવશે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી દેવામાં આવી છે જેનાથી જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોના લોકોને રાહત મળશે. કેન્દ્ર સરકારે આધાર અને અન્ય કાયદાઓ (સંશોધન) બિલ 2019ને મંજૂરી આપી છે. હવે કોઇ પણ વ્યક્તિને આધાર નંબર આપવા માટે મજબૂર નહી કરી શકાય.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી