ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગિફ્ટ સિટીની લેશે મુલાકાત

IFSCના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સાત સચિવોની ટીમનું નેતૃત્વ કરશે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુજરાતની મુલાકાતે છે. શનિવારે નિર્મલા નિર્મલા સીતારમણ ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત લેશે.નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીને લઈને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. દેશના પ્રથમ એવા IFSCના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે.

કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે નાણાપ્રધાને જનરલ બજેટમાં જાહેરાત કરી હતી કે, ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે.જેના કારણે દોઢ લાખ કરતા વધારે નોકરીની તક મળશે.આ ઉપરાંત, ગિફ્ટ સિટીના વિકાસ માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો થઇ છે.

નિર્મલા સીતારમણની ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન આ તમામ મુદ્દાઓને આવરી લેવાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટી મામલે મહત્વની ચર્ચા કરશે. કેન્દ્રીય નાણા વિભાગના સાત અધિકારીઓ સાથે આ મામલે ચર્ચા કરશે. ગિફ્ટ સિટીના વિકાસ સંદર્ભે કરવામાં આ બેઠકમાં ચર્ચાઓ થવાની સંભાવના છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી