September 24, 2020
September 24, 2020

ગૃહમંત્રી અમિત શાહને કોરોના પોઝિટિવ, મેદાંત હોસ્પિટલમાં દાખલ

દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત બન્યા છે. ટ્વિટ કરીને તેમણે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના શરૂઆતના લક્ષણો જણાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારી તબિયત સારી છે પણ ડોક્ટર્સની સલાહ પ્રમાણે હું હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યો છું. તેથી એ તમામ લોકોને વિનંતી કરૂ છું કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે તમામ થોડા દિવસ માટે મહેરબાની કરી આઈસોલેટ થઈ જાય અને સાથે સાથે તપાસ પણ કરાવે.

અમિત શાહને દિલ્હીમાં કોરોનાને નાથવા માટેની જવાબદારી સોંપવામાં આવી પછી તેમણે સતત બેઠકો કરી હતી. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી શાહને આ બેઠકો દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પણ શક્યતા છે. અમિત શાહ છેલ્લા એક મહિના દરમિયાન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં પણ બહુ ફર્યા છે તેના કારણે પણ ચેપ લાગ્યો હોવાની શક્યતા નકારાતી નથી.

જણાવી દઈએ, દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો 17 લાખને પાર પહોંચી ગયો છે, ત્યારે આશરે 37 હજાર લોકોના કોરોનાના કારણે મોત થઇ ચુક્યા છે. 

 370 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર