કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 ઓગષ્ટના 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 28 ઓગષ્ટે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં સીએમ સહિત ભાજપના નેતાઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે. કલમ 370 દૂર કર્યા બાદ અમિત શાહનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે જેને લઇને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આગામી તારીખ 29 ઓગષ્ટના રોજ અમિત શાહ સવારે 10:15 કલાકે સાયન્સ સીટી રોડ, અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત મીલેનીયમ ટ્રી કાર્યક્રમના સમાપન પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ બેટરી સંચાલિત સીટીબસને પ્રસ્થાન કરાવશે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી